આવો એક નાનકડું હાસ્ય-કટાક્ષ ગીત માણીએ .
હું તો બાગમાં ઘુમવા જ્યો'તો રે ભાઇ હું તો બાગમાં ઘુમવા જ્યો'તો .
હું તો ટાઇમ પાસ કરવા જ્યોતો રે ભાઇ હું તો બાગમાં ઘુમવા જ્યો'તો .
અહીં ફૂલોને મેં તો જોયા બધાં હસતાં ,
ને પાંદડાઓને મેં તો જોયા બધાં નાચતાં ,
હું તો વેલ થઇ વીંટળાઇ જ્યો'તો રે ભાઇ હું તો બાગમાં ઘુમવા જયો'તો .
અહીં ભમરાઓ ચોમેર ગણગણ ગણ ગુંજતા'તા ,
ને કાળા કાળા કાગડાઓ બધા કકળાટ કરતા'તા ,
હું તો એક બાંકડે ગોઠવાઇ જ્યો'તો રે ભાઇ હું તો બાગમાં ઘુમવા જ્યો'તો .
અહીં રોમીઓને જુલીયટો બધા ફૂટી નીકળ્યા'તા ,
ને લપાઇ છૂપાઇને એકમેકને વળગીને બેઠાતા ,
'જશ' તો અહીં આવીને ફસાઇ જ્યો'તો રે ભાઇ હું તો બાગમાં ઘુમવા જ્યો' તો .
જશુ પટેલ

.png)
0 comments:
Post a Comment