Home » » EK GAZAL,

EK GAZAL,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

“ઘડીમાં હસે છે, ઘડીમાં ડસે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
નશીલા નયન તો ફરી ફરફરે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
 
બધાને ગમે છે, પરી-રંગ એનો, પૂનમનો ચહેરો, મીઠી અદાઓ,
હતું એ જ કારણ, બધાને ગમે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
 
નજાકત ભરી છે, અદાવત ભરી છે, નજર છે બધાની, એની જ ઉપર,
થવાનું હતું એ થઈને રહે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
 
મહેંદી ભરેલી હથેળી મજાની, ભરી રંગ લાલી રૂમાલ એમાં,
કહો ક્યાં કસર છે? બધાથી ચઢે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
 
હતી સાન ક્યારે? હતું ભાન ક્યારે? પછી હોશ બાકી ક્યાંથી રહેશે?
અરે, એ કહી દે – ખુદાઈ મળે છે, ખબર શું પડે કે એ શું કરે છે?
 
તમારી જ વાતો, તમારી જ રાતો, તમારા જ દિવસો, વરસો તમારા,
તમારી જ ખ્વાહિશ આ દિલ કરે છે, ખબર શું પડે કે એ શું કરે છે?”

#દિનેશદેસાઈ

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology