Home » » EK GAZAL,

EK GAZAL,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018

લાગે જીવન છે મુશ્કેલ 
માણે તો છે એક સહેલ. 
લડવું પડે તો લડજે હર ક્ષણ 
અમથે અમથો આમ ન ટહેલ. 
બહાના બતાવીશ ના વારે વારે
તૂટી પડશે નહિ તો ઇચ્છા મહેલ. 
આજ નહી તો કાલ સામનો થશે
મુશ્કેલી સાથે ભીડવાની કર પહેલ.
બદલવું ના આમ પાલવે સમયે સમયે
એક વાત પર ઊભવુ જે હોય કહેલ. 
બંધ બારણાં જોઇ ગભરાઇશ ના
ખુલવાની એકદી કરશે એ જ પહેલ. 
મુશ્કેલી તો રોજે મળવાની હર રસ્તે 
તું તો "નીલ " બસ! તારી જાતને આગળ ધકેલ. 

રચના:નિલેશ બગથરિયા 
              "નીલ "

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology