Home » » EK GAZAL,

EK GAZAL,

Written By jay on Saturday, 31 March 2018 | March 31, 2018


*જલન માતરી સાહેબને અંજલી..*

સુગંધી કબરમાં પથારી કરી છે.
દફન આજ જુઓ જલન માતરી છે.

નથી પામવા કઈ કર્યા ધમપછાડા,
ગઝલ એના શ્વાસોને દોડી વરી છે.

થશે આજ મહેફિલ ખુદાના નગરમાં,
થશે દાદ  વર્ષા મને ખાતરી છે.

બધાં દેવતાને જલન માણવા'તા
ખુદા એ જ તેથી આ સવલત કરી છે.

મરી છે તો કેવળ આ  શ્વાસોની હલચલ,
જલનની ગઝલ  ક્યાં કદીયે મરી છે?

0 comments:

Post a Comment

Travelling Diaries

Entertainment

Technology

Restaurants

Travelling

Entertainment

Technology