ઉગતો ને આથમતો
અહીં સૂરજ ધરાને રંગે છે.
રોજ સવારે સમયસર ઉઠતું
અહીં જીવન ધરાને મહેકાવે છે.
સામે મળતા હેતાળ સ્મિત મળતું
અહીં રામ રામના પડકારા ધરાને સજાવે છે.
ભીડ પડે તો સૌ હાજર તુરંત
અહીં સેવાનો ભાવ ધરાને નવડાવે છે.
તારુ મારુ નથી કશું , છે બધું સહિયારું સમજે છે
અહીં જ્ઞાન આ ધરાને ગૌરવશાળી બનાવે છે.
ધરા ચોક્કસ આધાર જીવનનો "નીલ " પણ
અહીં ગ્રામધરા આતમને નિશદિન નવપલ્લવિત બનાવે છે
રચના:નિલેશ બગથરિયા
"નીલ "

.png)
0 comments:
Post a Comment