કાગળના રસ્તા પર
...........
કાગળના રસ્તા પર દોડે અક્ષરના પગલાંઓ
જેમ સળગતી મારી ભીતર મોંઘેરી ઘટનાઓ
ભીનાં સંબંધોના રઝળે પડછાયા ધુમ્મસમાં
પથ્થરિયા દેશોમાં વરસે ફૂલોના સપનાઓ
બૂકાની બાંધેલા પડઘા કેમ કરી આલેખુ ?
છેટેથી શબ્દાતા કાયમ શ્વાનોના ટોળાઓ
ભલે ઝાંઝવા જેવું ખાંગુ આભ હજી હણહણતું
રાત પાછલીમાં વીંઝાતા ઝાકળિયા સપનાઓ
હડફેટે આવેલા સપનાં રોજ ટેરવે બાંધું
તોય વરસતી જાય કેટલી ભીનેરી ઇચ્છાઓ
ભરચોમાસે પરસેવાથી એમ રહું ભીંજાતો
જેમ ખીણમાં વર્ષે હાથી સૂઢ સમી વર્ષાઓ
-Pathik Parmar

.png)
0 comments:
Post a Comment