વધુ શું હોય આનાથી તબાહીમાં?
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં.
ઉઘાડીને તું મ્હો ખડિયાનું જોશે તો;
છે શબ્દોનું પુરું બ્રહ્માંડ શાહીમાં.
ફકીરીમાં બધા જલસા જ છે મિત્રો;
અને યુદ્ધો મળે છે બાદશાહીમાં.
કદી ટાઢક કદી, એ ઝેર નીવડે છે;
રહ્યું આ સામ્ય માણસ ને પ્રવાહીમાં.
બતાવો ભૂલ તો ખોટુ લગાડે છે;
ને કે' છે રસ નથી કંઈ વાહવાહીમાં.
રવિ કે. દવે 'પ્રત્યક્ષ'
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં.
ઉઘાડીને તું મ્હો ખડિયાનું જોશે તો;
છે શબ્દોનું પુરું બ્રહ્માંડ શાહીમાં.
ફકીરીમાં બધા જલસા જ છે મિત્રો;
અને યુદ્ધો મળે છે બાદશાહીમાં.
કદી ટાઢક કદી, એ ઝેર નીવડે છે;
રહ્યું આ સામ્ય માણસ ને પ્રવાહીમાં.
બતાવો ભૂલ તો ખોટુ લગાડે છે;
ને કે' છે રસ નથી કંઈ વાહવાહીમાં.
રવિ કે. દવે 'પ્રત્યક્ષ'

.png)
0 comments:
Post a Comment