તાજી ગઝલના ચાર શે'ર
તું મળી તો એ રીતે હરખાઈ ગઈ;
એક કવિતા જાણે કે સર્જાઈ ગઈ.
હાથ પર જ્યાં આંગળી તેં ફેરવી;
હસ્તરેખાઓ બધી ગૂંચવાઈ ગઈ.
આપણી વાતોને વ્હેતી રાખવા;
બે ઘડી માટે હવા રોકાઈ ગઈ.
જે રીતે ચૂમી લીધા મેં હોંઠને;
એ ઉદાસી જોઈને કતરાઈ ગઈ.
રવિ દવે 'પ્રત્યક્ષ'

.png)
0 comments:
Post a Comment